ઉપપ્રમુખનું નિવેદન

Untitled design (7)

સુજ્ઞ જ્ઞાતિબંધુજનો,

સર્વ જ્ઞાતિજનોને મારા હ્દયપૂર્વક નમસ્કાર !

વિશ્વાસ અને સાથ એ વ્યક્તિને આગળ વધવા માટેનું પ્રેરણા બળ છે. આપ જ્ઞાતિબંધુઓના વિશ્વાસ અને સહકાર બદલ જ્ઞાતિમાં મને યોગદાન આપવાની તક મળી છે, તે હું નિષ્ઠા પૂર્વક તેને ન્યાય આપવાનો પ્રયત્ન કરતો રહ્યો છું.

આપણા શાસ્ત્રમાં સ્થાનનું  મહત્વ વધુ છે, કારણ કે સ્થાનથી જ માણસની કિંમત નક્કી થાય છે.

સામાન્યત; એક પત્થરની કોઈ કિંમત હોતી નથી, પણ તે જ પત્થરને યોગ્ય રીતે ઘડીને આકાર આપીને જો મૂર્તિ બનાવીએ તો તેને મંદિરમાં સ્થાન મળે છે અને પ્રત્યેક વ્યક્તિ તેને નમસ્કાર કરે છે. કારણ કે, પત્થરને યોગ્ય આકાર મળ્યો પછી તેને સ્થાન મળ્યું.

આમ, સંસ્કાર અને શિક્ષણથી વ્યક્તિમાં ઘડતર થાય વ્યક્તિત્વ નિર્માણ થાય, માટે આજના આ ઘસમસતા પ્રવાહમાં રહીને અડગ વ્યક્તિત્વ સાથે ઉભા રહેવું હશે તો સંસ્કાર અને શિક્ષણ અનિવાર્ય છે. આજે હું ખુબ આનંદ અનુભવી રહ્યો છું, કે આપણે શૈક્ષણિક ક્ષેત્રે અને કલાથી આગળ વધી રહ્યા છે. આપણી નવી પેઢી આગળ વધી રહી છે. તેમનામાં સંસ્કારનું બીજા રોપણ આપણે કરવાનું છે.

અંતમાં, એટલું જ કહીશ કે, આપણા અને આપણી જ્ઞાતિના શ્રેષ્ઠ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એક બનીશું અને પ્રયત્નશીલ રહીશું.

શ્રી જીતેન્દ્રભાઈ દલસુખભાઈ પટેલ

ઉપપ્રમુખ

શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા.