આત્મીય સ્નેહીશ્રી જ્ઞાતિજનો,
૧૯૯૫-૯૬માં જ્ઞાતિ પંચની કારોબારીમાં કાર્યકર્તા તરીકે જોડાયા ત્યારબાદ સહમંત્રી, મંત્રી તરીકેની સેવા આપી. આ સમયગાળા દરમ્યાન વર્ષોથી જ્ઞાતિજનોના આર્થિક, સામાજિક, બૌધિક ઉન્નતિ માટે કાર્યરત વડીલોની સાથે રહી ઘણું બધું શીખવાનું મળ્યું તેમજ આપ સૌની સેવાનો અમૂલ્ય લાભ મળ્યો.
વડીલોના અનુભવ અને માર્ગદર્શન સાથે જે તે સમયના કારોબારીના વડીલો અને સભ્યબંધુના સાથ, સહકારથી આપ સૌ જ્ઞાતિજનોની સક્રિયતાથી નિષ્ઠા પૂર્વક સેવા કરવાનો પ્રયત્ન કર્યો.
સમય અનુસાર જ્ઞાતિના વિધાર્થીઓને અભ્યાસ કરવા માટે જુદા જુદા આયોજન કાર્ય અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સહજ સરળતાથી વહીવટ કરવાનો પ્રયત્ન કર્યો.
આપ સૌની સેવા કરવાની તક મળી તે બદલ ધન્યતા અનુભવું છું.
આ કપરા કોરોના કાળમાં સૌ જ્ઞાતિજનોના નિરામય સ્વાસ્થ્ય, સામાજિક, આર્થિક સુખાકરી માટે પ્રભુ ચરણે પ્રાર્થના.
(કોઈ ભૂલચૂકથી આપની સેવા કરવામાં ક્યાંક ઉણપ રહી હોય, જાણતા અજાણતા ક્યાંક કોઈની ભાવનાને ઠેશ પહોચી હોય તો મોટું મન રાખી માફી આપશોજી)