પ્રિય જ્ઞાતિજનો,
શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાના જ્ઞાતિજનોના સાથ અને સહકાર મને કારોબારી સમિતિમાં સને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીના સમય ગાળા માટે કારોબારી સમિતિના સભ્ય તરીકે અને હાલમાં સને ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીના સમય માટે કારોબારી સમિતિના સભ્ય અને ખજાનચી તરીકેની સેવા કરવાની જવાબદારી સોપવામાં આવેલ છે તે પ્રમાણિક, નિષ્ઠા અને નિશ્વાર્થભાવે કરીશ અને કરતો રહીશ.
શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરામાં છેલ્લાં ૨૦ વર્ષથી સમાજલક્ષી કાર્યોમાં કાર્યરત છું અને આપણી જ્ઞાતિના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે મારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ અને સહકાર રહ્યો છે.
છેલ્લે, હું એટલુંજ કહીશ કે, આપણી શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાના જ્ઞાતિજનોએ મને સેવા કરવાની તક આપી છે તે બદલ સર્વ જ્ઞાતિજનો અને કારોબારી સમિતિના સભ્યશ્રીઓ, યુવા કાર્યકરશ્રીઓ અને કાર્યકર બહેનોશ્રીઓનો ખુબ ખુબ આભાર અને આપના સર્વ જ્ઞાતિજનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ વિકાસ અને પ્રગતિ કરે તેવી હૃદય પૂર્વક મારી ઈશ્વરને પ્રાર્થના.