પ્રમુખશ્રીનું નિવેદન

Untitled design (3)

સુજ્ઞ જ્ઞાતિબંધુજનો,

શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાની સને ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીની કાર્યવાહી સમિતિ તેમજ જ્ઞાતિજનોએ મંત્રી તરીકેની સેવા આપવાની જવાબદારી મને સોંપી હતી જે હું નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવેલી અને ત્યારબાદ શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાના પ્રમુખશ્રી સ્વ. શામળભાઈ પરસોત્તમદાસ પટેલ અને ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ દલસુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી મેળવી. મુરબ્બીશ્રી શામળભાઈ પરસોત્તમદાસ પટેલના તારીખ ૩.૮.૨૦૨૨ના રોજ સ્વર્ગવાસ થતા જ્ઞાતિની કાર્યવાહી સમિતિના સભ્યશ્રીઓના મારામાં મુકેલા વિશ્વાસથી સર્વાનુમતે મને જ્ઞાતિના પ્રમુખશ્રી તરીકેનું સુકાન સંભાળવા પ્રોત્સાહિત કરતા ત્યારથી આજદિન સુધી સમગ્ર કાર્યવાહીના સહકારથી જ્ઞાતિના ઉત્કર્ષ માટે કાર્યરત રહેલો છે.

શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા સમાજના મોટાભાગના કુટુંબોનો શાકભાજી તથા ફ્રુટનો મુખ્યત્વે વેપાર છે. તેમજ અન્ય કુટુંબો નોકરી ધંધા અર્થે અન્ય શહેરોમાં જઈને વસ્યા છે. આપણા સમાજના કુટુંબોના કેટલાક બાળકો વિદેશમાં જઈને વસવાટ કર્યો છે. વડોદરા સમાજે આજે ખુબ પ્રગતિ કરીને સમૃદ્ધ થયેલ છે અને ઉત્તરોઉંતર વધારો થાય તેવી આશા રાખું છું.

 સૌના સાથ, સૌનો  વિકાસના સુત્રને ધ્યાનમાં રાખી તેઓની પ્રગતિમાં પડતી મુશ્કેલીનો વાર્તાલાપ કરીને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશ. ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી ટ્રસ્ટના સંચાલન વહીવટમાં સુગમતા પ્રાપ્ત થાય તેમજ સમાજના સંપર્કમાં સતત રહી સાથ સહકારથી તેઓની મુશ્કેલી દુર કરવા પ્રયત્નશીલ રહીશ.

આપણો સમાજ શિક્ષણક્ષેત્રે ઘણોજ પછાત છે. હાલ મોંઘવારી પુષ્કળ હોવાથી નિભાવ માટે પતિ, પત્ની બન્નેવે કામ કરી આવક મેળવવાથી તેઓનું ગુજરાન ચાલે તેવી પરિસ્થિતિ છે તે ધ્યાનમાં લઇ સમાજના બાળકોને અભ્યાસ પ્રત્યે રૂચી ઉત્પન્ન થાય તેમજ અભ્યાસમાં પડતી મુશ્કેલી દુર કરવા તેમજ તેના માર્ગદર્શન માટેના કાર્યક્રમોનો આયોજન કરવાના પ્રયત્નો કરીશ.

 પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરીએ છે કે સૌને ગમે તેવા કપરા સંજોગોમા પણ હિંમતહાર્યા વિના કામ કરવાની શક્તિ આપે કે જેથી આપણે સૌ સફળતાના સર્વોત્તમ શિખરો સર કરી શકીએ.

 સમાજની સ્થાપના શરૂ કરીને આ સ્થિતિએ પહોચાડવા માટે અથાગ પરિશ્રમ કરનાર ટ્રસ્ટના ભૂતપર્વ વહીવટકર્તાઓ તથા સૌ જ્ઞાતિબંધુઓના આપણે હંમેશા ઋણી રહીશું.

 જ્ઞાતિબંધુઓના સહૃદય સહકારથી શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાના સમાજની આર્થિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સતત પ્રગતિ થાય તે જ અભ્યર્થના સહ.

શ્રી વાસુદેવભાઈ રામચંદ્રભાઈ પટેલ

પ્રમુખ

શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત