જય શ્રીમન્ન નારાયણ
લગભગ છેલ્લા ૨૫ વર્ષથી શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્તમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યો છું અને જ્ઞાતિની બીજી સંસ્થા તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ સેવા આપી રહ્યો છું. હાલમાં જ ઓગસ્ટ ૨૦૨૨માં જ્ઞાતિમાંથી મંત્રી તરીકે ચુંટાઈ આવ્યો છું. સમાજની સેવા કરવાનો સુનેરો અવસર પ્રાપ્ત થયેલ છે. તો હું તન મન ધનથી સેવા આપીશ.
જ્ઞાતિજનોનો વ્યવસાય આમ તો વર્ષોથી શાકભાજીનો છે અને જ્ઞાતિના બાળકો મોટે ભાગે શાકભાજીના વ્યવસાયમાં ઝંપલાવતા પરંતુ ઘણાં વર્ષોથી જ્ઞાતિ તથા અન્ય સંસ્થામાંથી પ્રોત્સાહન મળતા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચી વધી છે અને હાલ ઉચ્ચશિક્ષણ માટે વિદેશમાં પણ બાળકો જઈ રહ્યા છે. હું જ્ઞાતિજનોને તેમના બાળકો સારો અભ્યાસ કરી સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓમાં સારા હોદ્દા પ્રાપ્ત કરે અને વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિનું નામ રોશન કરે એવી આશા રાખું છું.