સહમંત્રીશ્રીનું નિવેદન

Untitled design (26)

શ્રી વડોદરા કાછીયા પટેલના સર્વ  જ્ઞાતિજનોને જય શ્રીમન્ન નારાયણ,

શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાનાએ છેલ્લાં 24 વર્ષોથી મારામાં જે કાર્યકર તરીકે જે  વિશ્વાસ મુક્યો છે, અને સહમંત્રીની જે જવાબદારી સોંપી છે, જે  આજદિન સુધી હું  નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરૂ છું. આપણી જ્ઞાતિએ  પાછલા ઘણા વર્ષોથી સામાજિક, શૈક્ષણીક  અને વેપાર ક્ષેત્રે  ઉત્તરો ઉત્તર  જે પ્રગતિ કરતી રહી છે, જે આપ સર્વેના સહકારથી શકય થયું. હાલના ડિજિટલ યુગમાં નવી પેઢી સાથે તાલ મિલાવી અને વડીલોના અનુભવોના  સમન્વયથી ચાલવું આપણે પણ શીખવું પડશે, જેથી ટેકનોલોજીનો ઉપયોગ અને સતત નવા વિચાર સાથે એકમય થવું પડે.

અંતમાં આવતા સમયમાં આપણી જ્ઞાતિ  વધુ પ્રગતિ કરે એજ પ્રાર્થના.

મહેશ સોમાભાઈ પટેલ

સહમંત્રી,

શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા.