શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત

વિષે માહિતી

આપણા કાછીયા સમાજ આજે એકજ વિસ્તાર જે જૂની કાછીયાવાડ તરીકે ઓળખાય છે. તે વિસ્તારના ૬ મહોલ્લાઓમાં જ (૧) હનુમાન ફળિયા (૨) પરદેશી ફળિયા તથા કાછીયાવાડ રોડ (3) કોઠી ફળિયા (૪) કબીર મંદિર ફળિયું પાંજરાપોળ – સતારવાલાનો કંચો (૫) તાડ ફળિયા અને (૬) દયાળભાઉનો ખાંચો એમાજ સીમિત થયેલો હતો અને હાલમાં પણ છે અને થોડાક કુટુંબો જેઓ ખેતીવાડી કરે છે તેઓ વાડી વિસ્તારમાં વસેલા છે.

જ્ઞાતિજનોને સંગઠિત અને શિસ્તબધ્ધ રાખવા આપણા વડવાઓએ જ્ઞાતિ પંચ બનાવ્યું અને આમ સમસ્ત પંચના શુત્રધારો પાંચ પટેલો હતા. અને તેઓએ જ્ઞાતિના વ્યવહારો નિયમોનું સંચાલન કરતા હતા. અને તેઓ ભેગા મળી જરૂર પડે સમગ્ર જ્ઞાતિ પંચ બોલાવી લોકોની જ્ઞાતિના હિતમાં જ ઉચિત નિર્ણય લેતા હતા અને જ્ઞાતિની ઉન્નતી માટે કર્યો કરતા હતા.

સને ૧૯૫૦માં મુંબઈ રાજ્ય સાર્વજનિક ટ્રસ્ટો અંગેનો કાયદો બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦નો દાખલ થતા આપણા વહીવટ કરતા પટેલોએ ખુબજ દુરંદેશી વાપરી પાછળથી સમયાંતરે જ્ઞાતિમાં કોઈ વાદ-વિવાદ-વિખવાદ ન રહે તે માટે આ કાયદો આપણી પંચને તે વખતે લાગુ પડતો ન હોવા છતાં પણ આ કાયદા હેઠળ આપણા જ્ઞાતિ પંચની નોધણી કરાવવાનું નક્કી કરી નોધણી માટેની અરજી કરી અને જરૂરી માહિતી આપી આપણા જ્ઞાતિ પંચને આ કાયદા હેઠળ રજીસ્ટર કરાવેલું છે.

આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન વખતે પંચના પટેલો (૧) શ્રી પુંજાલાલ હિંમતલાલ કા.પટેલ – પ્રમુખ (૨) શ્રી છગનલાલ હરગોવનદાસ કા.પટેલ – ઉપપ્રમુખ (૩) શ્રી શંકરલાલ ગોરધનદાસ કા.પટેલ – ટ્રસ્ટી (૪) શ્રી પરસોત્તમદાસ ગોવિંદભાઈ કા.પટેલ – મંત્રી (૫) શ્રી પરસોત્તમદાસ શિવલાલ કા.પટેલ – આ હોદ્દેદારો (પટેલો) હતા.

આ ઉપરાંત હાલની પ્રથા પ્રમાણે ચુંટાયેલા સભ્યોની કમિટી પણ હતી, અને હાલમાં આ વહીવટ ચાલુ છે. આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની અરજી જાહેર ટ્રસ્ટોની નોધણી કચેરીના મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રી તરફથી મંજુરી થઇ આવતા આપણા વડોદરા શહેર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ પંચ સમસ્તને પબ્લિક ચેરીટી ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર એ-૨૧૭ થી તારીખ ૩૦-૧૨-૧૯૫૨થી મળેલો છે.

આ ઉપરાંત હાલની પ્રથા પ્રમાણે ચુંટાયેલા સભ્યોની કમિટી પણ હતી, અને હાલમાં આ વહીવટ ચાલુ છે. આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની અરજી જાહેર ટ્રસ્ટોની નોધણી કચેરીના મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રી તરફથી મંજુરી થઇ આવતા આપણા વડોદરા શહેર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ પંચ સમસ્તને પબ્લિક ચેરીટી ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર એ-૨૧૭ થી તારીખ ૩૦-૧૨-૧૯૫૨થી મળેલો છે.

Copy of Copy of Untitled (4)

ટ્રસ્ટ રજીસ્ટ્રેશન વખતે નોધાયેલ પંચ હસ્તકની સ્થાવર મિલકતો નીચે મુજબ છે :

૧) શિયાબાગ ચાર રસ્તા કુંભારવાડાને નાકે આવેલ જ્ઞાતિ પંચ સમસ્તની વાડી જે વિભાગ બી.ટી.નંબર ૧૬-૧, સર્વે નંબર ૧૫૨ આશરે (૩૩૮૦૦ ચોરસ ફૂટ).

૨) શિયાબાગ ચાર રસ્તા ઉપર આવેલી પંચકોઈ (નાની વાડી) તરીકે ઓળખાતી સ્થાવર મિલકત જે વિભાગ બી.ટી.નંબર ૧/૩ સર્વે નંબર ૧૮.

૩) તાડ ફળિયામાં આવેલ હાલના શ્રી રામજી મંદિરવાળું મકાન જે વિભાગ બી.ટી.નંબર ૨/3 સર્વે નંબર ૧૯૬ વાળું.

૪) કોઠી ફળિયામાં આવેલ હાલના શ્રી કૃષ્ણ મંદિરવાળું મકાન જે વિભાગ બી.ટી.નંબર ૨/૫  સર્વે નંબર ૪૨ વાળું.

૫) કોઠી ફળિયામાં વચ્ચે આવેલ ચોરો જે વિભાગ બી.ટી.નંબર ૨/૫ સર્વે નંબર ૪૩ વાળું.

આપણા ટ્રસ્ટ નોધાવેલ હેતુ નીચે મુજબની છે.

૧) શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા દ્વારા “બહુજન હિતાય – બહુજન સુખાય”ના સિધ્ધાંતને અનુસરવા અવિરતપણે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે.

૨) સમાજના મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના જ્ઞાતિજનો પોતાના દીકરા કે દીકરીનું લગ્ન ઉત્સાહ પૂર્વક કરી શકે એવા ઉમદા હેતુથી કારોબારી સમિતિના સભ્યોશ્રી, યુવા કાર્યકરશ્રીઓ, મહિલા કાર્યકરશ્રીઓ અને જ્ઞાતિના વેપારી ભાઈઓશ્રીઓના સાથ અને સહકારથી સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે.

૩) ખાસ કરીને સમાજના આર્થિક પરિસ્થિતિ નાજુક હોય એવા કુટુંબને વૈધકીય સારવાર પણ આપવામાં આવે છે.

૪) સમાજ તરફથી દરવર્ષે બાળકોને પ્રોસ્તાહક તરીકે જ્ઞાતિના દરેક વિધાર્થીને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે અને જે વિધાર્થીના કુટુંબની આવક ઓછી હોય અને ફી ભરી શકે તેમ ન હોય તેવા વિધાર્થીને ટ્યુશન ફી પણ આપવામાં આવે છે.

૫) સમાજના મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના જ્ઞાતિજનોને વૈદ્યકીય સારવાર મળે તેવા એક ઉમદા હેતુસર અન્ય રોગોનું મેડીકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.

૬) શ્રી વડોદરા કાછીયા પટેલ મહિલા મંડળ, વડોદરામાં આપની જ્ઞાતિની ૪૦૦ જેટલી મહિલાઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ થાય તેવા ઉમદા હેતુસર છેલ્લાં ૩ વર્ષથી કાર્યરત છે. આ મહિલા મંડળ મહિનામાં એકવાર દરેક મહિલા ભેગી થાય છે અને મહિલા મંડળની બહેનોને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રોજગારી ક્ષેત્રે ખરી દિશાનું માર્ગદર્શન અને માહિતી મળી રહે જે માટે સારા નિષ્ણાતોને બોલાવી માર્ગદર્શન આપે છે. આપના હિંદુ ધર્મના તહેવારના અંતર્ગત બધી પ્રવૃતિનું પણ આયોજન કરવામાં આવે છે.

હોદ્દેદરોશ્રીઓના નામ - હોદ્દો અને મોબાઈલ નંબર

Copy of Untitled

શ્રી વાસુદેવભાઈ રામચંદ્રભાઈ પટેલ (પ્રમુખ)
મો. ૯૮૨૫૫૦૪૩૧૨

Untitled design (7)

શ્રી જીતેન્દ્રભાઈ દલસુખભાઈ પટેલ (ઉપપ્રમુખ)
મો. ૭૫૬૭૭૬૭૬૬૬

unnamed

શ્રી કમલેશભાઈ હરીકીશનદાસ પટેલ (મંત્રી)
મો. ૯૮૨૪૦૬૨૩૨૪

Untitled design (26)

શ્રી મહેશભાઈ સોમાભાઈ પટેલ (સહમંત્રી)
મો. ૯૯૯૮૧૩૮૬૫૭

Untitled design (27)

શ્રી જગદીશચંદ્ર જયંતીલાલ પટેલ (ખજાનચી)
મો. ૯૯૦૪૦૭૦૨૭૨

શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્તના સમૂહ લગ્ન સામાજીક ઉત્થાનનું પગથીયું

આપણા સમાજની દેખાદેખીથી ખોટા ખર્ચ કરવાની ઈચ્છાઓ અને દેવું કરીને પોતાનું સારૂ દેખાડવાના ખુબજ પ્રબળ થવાના ચિન્હો જણાતા અને આજથી ૨૫ વર્ષ પહેલાની આપણી આર્થિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સને ૧૯૭૧-૧૯૭૨ના વર્ષના આપણા જ્ઞાતિના ચુટાયેલા સભ્યો સમક્ષ આપણા સમાજને આર્થિક ઉન્નતી તરફ લઇ જવા શું કરવું, આપણા સમાજના દેખાદેખી વધતા વ્યવહારો કુરિવાજો ડામવા શું કરવું, આર્થિક રીતે ભાગી પડેલા જ્ઞાતિજનોના સંતાનોને ખુબજ સરળ રીતે લગ્નગ્રંથીથી બાંધવા ઉપરાંત તેમનું પોતાનું પણ સન્માન જળવાય – ઉપરાંત ભાગ્ય દોષે કુટુંબોમાં થયેલ અબોલા તોડવા – આ તમામ પાસાઓનો વિચાર કરી ચુટાયેલા સભ્યોમાં પ્રથમ ચરણ રૂપે “સમૂહ લગ્ન” નો વિચાર ઉદભવ્યો. જે જ્ઞાતિજનો તરફથી આજ સમય દરમ્યાન લગ્નો આવવાના હતા તેઓને ચૂંટાયેલા તમામ સભ્યો તેઓને ઘેર ઘેર જઈ તેઓની સાથે ચર્ચાઓ કરી તેમના પ્રશ્નો સમજવાની કોશિશ કરી. ઉદ્ભભવેલા પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને આ “સમૂહ લગ્નો” ની ધાર્મિક વિધિ પણ આપણી જ્ઞાતિના જ બ્રાહ્મણો દ્વારાજ આપણા સંજોગામાં આ બંને પક્ષોને સમજાવતા ખાતરી આપતા આ લગ્નોવાળાને સમજાવવામાં થોડી સફળતા મળી. કન્યાપક્ષ તૈયાર થાય તો સામાવાળા વરપક્ષ તૈયાર ન થાય અને આવા સંજોગામાં આ બંને પક્ષોને સમજાવતા ઘણીજ મુશ્કેલી પડેલી. આ ઉપરાંત વર્ષોથી ઘર કરી ગયેલી સાચી ખોટી માન્યતાઓ જેવી કે છોકરીઓના લગ્નો એક સાથે ન થાય – મંગળવાર – બુધવારે છોકરી ન વળાવાય આ બધીજ મુશ્કેલીઓનો પણ વિચાર કરવાનો રહ્યો હતો, અને ઈશ્વરકૃપાથી આ તમામ મુશ્કેલીઓના ઘેરાયેલા વાદળ વિખરાવા માંડ્યા અને પ્રથમ “સમૂહ લગ્ન” તારીખ ૦૩.૦૨.૧૯૭૨ના રોજ નક્કી થતા જ્ઞાતિજનોને આર્થિક ઉન્નતિનો સુરજ ઉગ્યો. પ્રથમ સમૂહ લગ્નમાં ૧૨ યુગલો જોડાયા. આ પ્રથમ પ્રસંગની શાનદાર ઉજવણી માટે જ્ઞાતિના યુવકો યુવતીઓ બાળકો અને મોટેરા ખબે ખબે મિલાવી કામે લાગી ગયા. ઉત્સાહનું પુર ઉમઠયું. લગ્ન માટે જોઈતી તમામ પૂજા સામગ્રી હારફૂલ ઉપરાંત કન્યાપક્ષ તરફથી મુરતમાં આપવામાં આવતા બહેડુ – કથરોટ – દીવી સૌભાગ્યવંતી વખતે આપવાના વાસણ સૂપડું વેલણ ઉપરાંત મોયા માટલાની સાડી તથા પતાસા પીઠી ડમરેલા પાપડ જેવી ઝીણામાં ઝીણી વિગતોને ધ્યાનમાં રાખી લાવવા યાદી બનાવી આ તમામ ચીજ વસ્તુઓ સાહિત્ય ખરીદવા વિવિધ સમિતિઓ બનાવી કામગીરી સોપવામાં આવી. જયારે આટલી સંખ્યામાં એકજ મિત્તિઓ ચોરીઓ (મોયારૂ) મળવાની શક્યતા ન જણાતા તાબડતોડ લાકડાના થાંભલાઓ ખરીદ કરી તેને ઉભા કરાવવાની અને તેને ફૂલોથી શણગારવાની શક્યતાઓ વિચારી, તે અનુકુળ દેખાતા તે પ્રમાણે મોયારા ઉભા કરવાનું નક્કી કર્યું. કન્યાદાનમાં અપાતા મંગળસુત્ર પણ ખરીદવાનું ભૂલ્યા નથી. ખર્ચ પેટે બંને પક્ષો વરપક્ષ અને કન્યાપક્ષ પાસેથી ખર્ચ પેટે રૂપિયા ૧૦૦૦/- થી ૧૫૦૦/- જ લેવામાં આવેલા અને તે પણ જો ખર્ચ કરતા વધશે તો વરાળે પાછા આપવામાં આવશે અને ખર્ચમાં ખૂટશે તો જ્ઞાતિ પંચ ભોગવશે તેની પણ ખાત્રી આપેલી.

આ ઉપરાંત રેસનીંગના કાયદાનો પણ વિચાર કરવાનો રહેતો હતો. આના માટે પુરવઠા ખાતાની કચેરીની કલેકટરશ્રીણી પરવાનગી કંટ્રોલની ચીજ વસ્તુઓ જેવી કે ચોખા ઘઉંનો ઉપયોગ આ તમામ વિધિઓમાંથી પાર ઉતરી ઘઉંનો લોટ, રવો, મેંદો, ચોખા માટે જરૂરી પરમીટો મેળવામાં આવી. પ્રથમ સમૂહ લગ્નનો ધાર્મિક વિધીનો પ્રોગ્રામ બે દિવસનો રહ્યો પ્રથમ દિવસે ગણેશ સ્થાપના – મંડપ મૂહર્ત રાખ્યા. જ્ઞાતિજનોના ઘેર ઘેર જઈ જમણના નોતરાં દેવા આમંત્રિતો માટેના ભોજન માટે પાસ, દરેક પક્ષોને (કન્યા – વર) મળી ૫૦ આપવામાં આવેલ જેનો ઉપયોગ આપણી જ્ઞાતિ સિવાયના ઈતર ગૃહસ્થો માટે કરવાનો હતા અને લાપસી દાળભાતનું જમણ રાખેલું અને બીજે દિવસે મોહનથાળ પુરીના મિષ્ટાનસહનું ભોજન રાખેલું. મોયરા શણગારવા પણ યુવકોએ ઘણોજ ઉત્સાહ દાખવ્યો હતો. જે પોતાને ગમ્યું તે સૂચનોસહ આવ્યા. મોયરાની શોભા અધુરી લગતા કેળના થાંભલાઓ ખેતરોમાંથી લઇ આવ્યા. શોભાના છોડના કુંડા પણ કોર્પોરેશન ઓફીસ ગાર્ડન શાખામાંથી લઇ આવ્યા અને એક અવરણીય માહોલ ઉભો કર્યો જેમ કે જંગલમાં મંગલ ઉભું થયું. સતત ૨૫ થી ૩૦ દિવસની જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોની મહેનત અને ખાસ કરીને તે સમયના યુવાનોની આ પ્રથમ લગ્નની સંપૂર્ણ વ્યવસ્થાણી ગોઠવણી નક્કી થઇ. “સમૂહ લગ્નના” જમણ બાદના એંઠા પતરાળા પડિયા પણ બીજી પંગત ત્વરીત જમવા બેસે જેથી યુવકોએ ઉપાડી વાડીનો એઠવાડ પણ સાફ કર્યો હતો. સમગ્ર જ્ઞાતિજનોના સાથ સહકાર પણ ખુબજ મળતા આ પ્રથમ સમૂહ લગ્ન ખુબજ દબદબા પૂર્વક સંપન્ન થઇ ગઈ હતું.