આપણા કાછીયા સમાજ આજે એકજ વિસ્તાર જે જૂની કાછીયાવાડ તરીકે ઓળખાય છે. તે વિસ્તારના ૬ મહોલ્લાઓમાં જ (૧) હનુમાન ફળિયા (૨) પરદેશી ફળિયા તથા કાછીયાવાડ રોડ (3) કોઠી ફળિયા (૪) કબીર મંદિર ફળિયું પાંજરાપોળ – સતારવાલાનો કંચો (૫) તાડ ફળિયા અને (૬) દયાળભાઉનો ખાંચો એમાજ સીમિત થયેલો હતો અને હાલમાં પણ છે અને થોડાક કુટુંબો જેઓ ખેતીવાડી કરે છે તેઓ વાડી વિસ્તારમાં વસેલા છે.
જ્ઞાતિજનોને સંગઠિત અને શિસ્તબધ્ધ રાખવા આપણા વડવાઓએ જ્ઞાતિ પંચ બનાવ્યું અને આમ સમસ્ત પંચના શુત્રધારો પાંચ પટેલો હતા. અને તેઓએ જ્ઞાતિના વ્યવહારો નિયમોનું સંચાલન કરતા હતા. અને તેઓ ભેગા મળી જરૂર પડે સમગ્ર જ્ઞાતિ પંચ બોલાવી લોકોની જ્ઞાતિના હિતમાં જ ઉચિત નિર્ણય લેતા હતા અને જ્ઞાતિની ઉન્નતી માટે કર્યો કરતા હતા.
સને ૧૯૫૦માં મુંબઈ રાજ્ય સાર્વજનિક ટ્રસ્ટો અંગેનો કાયદો બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦નો દાખલ થતા આપણા વહીવટ કરતા પટેલોએ ખુબજ દુરંદેશી વાપરી પાછળથી સમયાંતરે જ્ઞાતિમાં કોઈ વાદ-વિવાદ-વિખવાદ ન રહે તે માટે આ કાયદો આપણી પંચને તે વખતે લાગુ પડતો ન હોવા છતાં પણ આ કાયદા હેઠળ આપણા જ્ઞાતિ પંચની નોધણી કરાવવાનું નક્કી કરી નોધણી માટેની અરજી કરી અને જરૂરી માહિતી આપી આપણા જ્ઞાતિ પંચને આ કાયદા હેઠળ રજીસ્ટર કરાવેલું છે.
આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન વખતે પંચના પટેલો (૧) શ્રી પુંજાલાલ હિંમતલાલ કા.પટેલ – પ્રમુખ (૨) શ્રી છગનલાલ હરગોવનદાસ કા.પટેલ – ઉપપ્રમુખ (૩) શ્રી શંકરલાલ ગોરધનદાસ કા.પટેલ – ટ્રસ્ટી (૪) શ્રી પરસોત્તમદાસ ગોવિંદભાઈ કા.પટેલ – મંત્રી (૫) શ્રી પરસોત્તમદાસ શિવલાલ કા.પટેલ – આ હોદ્દેદારો (પટેલો) હતા.
આ ઉપરાંત હાલની પ્રથા પ્રમાણે ચુંટાયેલા સભ્યોની કમિટી પણ હતી, અને હાલમાં આ વહીવટ ચાલુ છે. આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની અરજી જાહેર ટ્રસ્ટોની નોધણી કચેરીના મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રી તરફથી મંજુરી થઇ આવતા આપણા વડોદરા શહેર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ પંચ સમસ્તને પબ્લિક ચેરીટી ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર એ-૨૧૭ થી તારીખ ૩૦-૧૨-૧૯૫૨થી મળેલો છે.