આપણી જ્ઞાતિ હસ્તકના પાંચેય મહોલ્લાના પાંચ મંદિરો તેમજ કુવા પણ આપણા વડીલોએ બનાવ્યા હતા. આ પાંચ મહોલ્લા (૧) હનુમાન ફળિયા – પરદેશી ફળિયા (૨) કોઠી ફળિયા (૩) કબીર મંદિર ફળિયા (૪) તાડ ફળિયા (૫) દયાળભાઉનો ખાંચો આ પૈકી આપણા તાબામાં હાલ ફક્ત બે જ મંદિરો (૧) તાડ ફળિયાનું શ્રી રામજી મંદિર અને કોઠી ફળિયાનું શ્રી કૃષ્ણ મંદિર રહ્યા છે. જે પૈકી મોટું શ્રી રામજી મંદિર છે. જયારે હાલનું શ્રી કૃષ્ણ મંદિર તે વખતે ગંગા ભારથીજીની મઢી તરીકે ઓળખાતું હતું.
મંદિરમાં મકાનનું વાસ્તુ વિધિ તાડ ફળીયામાં જુદી કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ
શ્રી માણેકલાલ ભોગીલાલ પટેલના હસ્તે કરવામાં આવી હતી.
આ મંદિરનું મકાન જુનું હતું તે આપણા પરમ ભગવદીય શ્રી સોમાભાઈ (મંત્રી કાકા)ના સમયમાં તાડ ફળિયાનાં આપણા જ્ઞાતિના અગ્રણી કે જેઓની જમીનો જુના પાદરા રોડ ચીકુ વાડીમાં હતી. તે જમીનો વેચાતા આ છ કુટુંબો (૧) શ્રી મંગળદાસ ગોરધનદાસ (૨) શ્રી શંકરલાલ ગોરધનદાસ (૩) શ્રી કેશવલાલ છોટાલાલ (૪) શ્રી ભોગીલાલ રણછોડભાઈ (૫) શ્રી જગજીવનભાઈ રણછોડભાઈ તથા શ્રી અંબાલાલ છોટાલાલ (૬) શ્રી ત્રિકમલાલ પરસોત્તમદાસ (૭) શ્રી ગોવિંદલાલ મણીલાલ (૮) શ્રી નટવરલાલ ચુનીલાલ દરેક પાસેથી ૧૦ હજાર રૂપિયા લઇ મંદિરનો જીર્ણોધાર સંવત ૨૦૨૪ માં થયેલો છે. અને આ મકાનના બાંધકામની દેખરેખની જવાબદારી આપણી જ્ઞાતિના અગ્રણી શ્રી કાશીરામ કોન્ટ્રાકટરે તેઓની વિના મુલ્યે આપી છે. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ગુરુજી ૧૦૦૮ શ્રી નારાયણ આચાર્યજીની સાનિધ્યમાં કોઠી ફળિયામાં પ્રતિષ્ઠા યજ્ઞ કરીને સંવત ૨૦૨૪નાં ફાગણ સુદ ૨ ને તારીખ ૧ માર્ચ ૧૯૬૮ના રોજ મુખ્ય યજમાન શ્રી માણેકલાલ ભોગીલાલ પટેલના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા માટેના વિવિધ કામની વહેચણી જ્ઞાતિ પંચની કમિટીના સભ્યોની બનાવેલ હતી.