ગુજરાત ગર્વમેન્ટ તરફથી ખેત પેદાશની વસ્તુઓ ઉપર બજાર ધારો લાગુ કરવામાં આવેલ. જેના અનુંસંધાને શાકભાજી ઉપર પણ આ ધારો લાગુ થતા શ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, વડોદરા તરફથી ખંડેરાવ માર્કેટમાં શાકભાજીના વેપાર ઉપર આ ધારો લાગુ પાડવા માટે સને ૧૯૬૮-૬૯ના વર્ષમાં રજૂઆત કરવામાં આવી હતી. અને તેમના તરફથી ખેડૂતોની શાકભાજી વેચાણ માટે હાથીખાનામાં દુકાનો બનાવી જથ્થાબંધ વેપાર ત્યાં ખસેડવા રજૂઆત કરવામાં આવેલ હતી. સદર હાથીખાનાની જગ્યા શાકભાજીના વેપાર માટે અનુકુળ હતી નહિ તેથી વિરોધ થતા તેનો સામનો કરવા માટે વેપારીબંધુઓ ભેગા મળી એક ભંડોળ ઉભું કરવાની વિચારણા કરવામાં આવેલ અને આ વિચારણાને ફળીભૂત કરવા