સને ૧૯૬૦ન અંધારપટના ગાળાના સમયમાં ઠેર ઠેર મહોલ્લા પોળોના નાગરિકોના રાત્રી જાગરણના સમય ગાળામાં આ વિસ્તારના યુવાનો તથા વડીલોની અવારનવાર રાત્રી જાગરણ દરમ્યાનની ચર્ચા એક સહકારી મંડળી કે જેના માધ્યમ દ્વારા આ વિસ્તારની માધ્યમ વર્ગીય જનતાની રોજ-બ-રોજની જરૂરિયાતો માટેની આર્થિક વિટંબણાઓમાં રાહતરૂપ થવાય તે માટે આ મંડળીની સ્થાપના કરવાના વિચારણા અને તેને મૂર્તિમંત કરવાના બીજ રોપાયા.
આ અગાઉ પણ આ વિસ્તારના વેપારી વર્ગને આ સમય પહેલા જ્ઞાતિના ભંડોળમાંથી નાની નાની જરૂરિયાતો પહોચી વળવા ધિરાણ કરવામાં આવતું હતું. પરંતુ ત્યારબાદ જ્ઞાતિજનોએ જ્ઞાતિની સ્થાવર તેમજ જંગમ મિલકતનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ કરતા આવું ધિરાણ ક્રમે ક્રમે ટ્રસ્ટના કાયદા મુજબ ઓછું થતું ગયું અને સામાન્ય જનોને આર્થિક વિટંબણાઓનો અનુભવ થવા લાગ્યો. આના નિવારણ રૂપે આ મોટા જન સમુદાયવાળી જ્ઞાતિએ એક “શ્રી કાછીયા પટેલ સહકારી મંડળી”ના નામે એક સહકારી મંડળી ઉભી કરવા પ્રયત્ન કરેલો હતો પરંતુ એક યા બીજા કારણોસર તે પ્રયત્ન સફળ થઇ શક્યો ન હતો. આ મંડળીની સ્થાપના કરતા અગાઉ મંડળીનું બંધારણ ઘડવા માટે પણ ઉત્સાહી મિત્રોએ આવા પ્રકારની ચાલુ મંડળીના બંધારણોનો અભ્યાસ કર્યો અને તેના બંધારણોમાંથી અભ્યાસ કરી ખુબજ માર્યદિત પેટા નિયમો લાંબા સમય સુધીની જરૂરિયાતોને પહોચી વળાય તે પ્રમાણેના ઘડ્યા, અને મંડળીની નોધણી કરાવવા માટેની અરજી સહ મંડળીઓના રજીસ્ટ્રારશ્રી તરફ મોકલ્યા, નોધણી કરાવવામાં પણ ખુબજ સમય વ્યતીત થાઓ અને છેવટે તારીખ ૩૧.૧.૧૯૬૧ના દિવસે મંડળીને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મળ્યું.