શ્રી વડોદરા કાછીયા વેપારી પંચ મંડળ

"શ્રી ગુરૂ કૃપા", કોઠી ફળિયા, જુની કાછીયાવાડ, રાજમહેલ રોડ, વડોદરા - વિષે માહિતી

શ્રી વડોદરા કાછીયા જ્ઞાતિના જ્ઞાતિબંધુઓ આજથી ૮૫ વર્ષ પહેલા ખેતી કરી શાકભાજી પકવવાનો, સુથારી કામ, કડિયા કામ તેમજ ગાંધી કરીયાણાનો વેપાર કરતા હતા. તે સમયે શાકભાજીના વેપારની માર્કેટમાં ફક્ત ૨૦ થી ૨૫ દુકાનો હતી. વેપારમાં એકતાથી જ પ્રગતિ થાય તેને ધ્યાનમાં લઈને વેપારીઓને સંગઠિત કરવા શ્રી વડોદરા કાછીયા વેપારી પંચ મંડળની સ્થાપના સંવત ૧૯૭૨ અને સને ૧૯૧૬માં કરવામાં આવેલ. જેને આજે ૮૭ વર્ષ જેવો સમય થયેલ છે. અને આ વેપારી મંડળની સ્થાપના કર્તા (૧) શ્રીયુત રા.રા.કા.પા. હિંમતલાલ વનમાળીદાસ (પ્રમુખ) (૨) શ્રીયુત રા.રા.કા.પા. મુળજીભાઈ મોહનલાલ (ઉપપ્રમુખ) (૩) શ્રીયુત રા.રા.કા.પા. ગોરધનદાસ છોટાલાલ (અગ્રગણ્ય કાર્યકર્તા) (૪) શ્રીયુત રા.રા.કા.પા. ફકીરભાઈ જગજીવનદાસ (અગ્રગણ્ય કાર્યકર્તા) (૫) શ્રીયુત રા.રા.કા.પા. હરગોવનદાસ દુલ્લવદાસ હતા. મંડળની સ્થાપનાને 1 વર્ષ પછી મંડળ તરફથી શ્રી જબરેશ્વર મહાદેવ મંદિરમાં સદાવૃત ખોલવામાં આવેલ હતું. અને જે સંત સાધુઓ આવતા હતા તેઓને સીધું આપવામાં આવતું હતું. અને સમય જતા સેકડો સંત સાધુ જમીને તેમનો આત્માનો સંતોષ જોઈ ઘણા ખુશ થઇ આપણા જ્ઞાતિબંધુઓ તરફથી સદાવૃત નભાવવા સારૂ રોકડ તેમજ મકાનોના દાન આપેલા છે. આ મંડળની સ્થાપનાને ૨૩ વર્ષ થયા ત્યાં સુધી પધ્ધતિસરની કરવામાં આવેલ ન હતી. જેથી ૨૪માં વર્ષમાં તે સમયના મંડળના મંત્રી શ્રી સોમાભાઈ હરગોવનદાસ પટેલનાએ પદ્ધતિસરની રચના કરી મંડળનો ૨૪ વર્ષનો હિસાબો સહિતનો રીપોર્ટ બહાર પાડેલ હતો.

આપણા જ્ઞાતિબંધુઓ જુદા જુદા વેપાર ધંધામાં હતા ત્યારે જાહોજલાલી હતી. પરંતુ ધીમે ધીમે શાકભાજીની ખેતી અન્ય કોમો જેવી કે પાટીદાર, બારીયા વિગેરે પણ કરતા થવાને લઈને, માર્કેટમાં દરેક શાકભાજીનું આવકનું પ્રમાણ વધી ગયું. જેને લઈને ૯૫% જ્ઞાતિબંધુઓ અન્ય વેપાર છોડીને શાકભાજીનો વેપાર કરતા થયા જેથી સને ૧૯૪૧મ માર્કેટમાં ૧૭૫ જેટલી દુકાનો થઇ ગઈ હતી. અને આપણો સમાજ શાકભાજીના વેપાર ઉપર જ આધારિત થવાને લઈને આપણા સમાજની આર્થિક સ્થિતિ બગડતી ગઈ તેને ધ્યાનમાં લઈને તે સમયના પ્રમુખ શ્રી પુંજાલાલ હિંમતભાઈ પટેલ તરફથી જ્ઞાતિબંધુઓને જુદા જુદા ધંધા કરવા તરફ વળવા અપીલ કરવામાં આવેલ હતી. પરંતુ તેઓશ્રીની અપીલને ધ્યાનમાં ન લેતા આજે પણ ૯૫% સમાજ શાકભાજીના વેપાર ઉપર આધારિત છે. જેને લઈને આપણા સમાજની અન્ય જ્ઞાતિઓના સમાજની જે પ્રગતિ થયેલ છે તેટલી પ્રગતિ આપણે કરી શકયા નથી.

આપવામાં આવેલ મકાનોના ભાડાની આવક/દાનની રકમના વ્યાજની આવક / સભ્ય ફીની આવક / માર્કેટ બંધ રાખવામાં આવે ત્યારે વારી બોલાવી થતી આવક તથા અન્ય રીતે મળેલ દાનની રકમોનો વિનિયોગ, સમાજના વેપાર કરતા વેપારીઓને ધિરાણ કરવાનો, સદાવૃત ચલાવવાનો, સમાજના વિધાર્થીઓને શિક્ષણ માટે પુસ્તકો વિના મુલ્યે આપવા, ગરીબોને ગુપ્ત મદદ કરવી, ધર્માદા હેતુઓ માટે કરવામાં આવેલ હતો. તથા આ મંડળનો કોઠી ફળિયામાં આવેલ અખાડાવાળી જમીન ઉપર સંવત ૨૦૧૧માં બાંધકામ કરી વેપારી મંડળની ઓફીસ બનાવવામાં આવેલ હતી. તથા વેપારીઓને વેપારમાં પડતી મુશ્કેલીઓના પ્રશ્નોનો નિકાલ કરી, વેપારીઓને સંગઠિત રાખવા યોગદાન તેઓએ આપેલ છે.

તારીખ ૧૪.૭.૧૯૯૭થી વડોદરા કાછિયા વેપારી પંચ મંડળના હોદ્દેદારોમાં ફેરબદલી કરી – પ્રમુખ તરીકે શ્રી સુખદેવભાઈ પ્રેમાનંદભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી મધુસુદનભાઈ દલસુખભાઈ પટેલ તથા મંત્રી તરીકે શ્રી ઉમાકાંતભાઈ શંકરલાલ પટેલની વરણી કરવામાં આવેલ છે. તેઓએ પણ વેપારી મંડળની જે પ્રવૃત્તિઓ હતી તે ચાલુ રાખેલ છે. ઉપરાંત કોઠી ફળિયામાં આ સંસ્થાનું આવેલ મકાન જે “ગુરૂ કૃપા” તરીકે ઓળખાય છે તેના ઉપર સ્વાધ્યાય પરિવાર મારફતે પ્રથમ મજલો બાંધવામાં આવેલ છે અને સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે તથા શ્રી જબરેશ્વર મહાદેવવાળી મિલકતના ભાડુઆત ખાલી કરાવી મકાન જમીન દોસ્ત કરાવવામાં આવેલ છે. તેના ઉપર મકાન બાંધકામ કરાવવાનું આયોજન ચાલુ છે.

Untitled design (23)
Untitled design (24)
Untitled design (25)

હોદ્દેદરોશ્રીઓના નામ - હોદ્દો અને મોબાઈલ નંબર

ક્રમ નામ હોદ્દો મોબાઈલ નંબર
શ્રી સુખદેવભાઈ પ્રેમાનંદભાઈ પટેલ પ્રમુખ ૯૮૨૫૦૨૭૭૫૮
શ્રી ભુપેન્દ્રભાઈ ગોવિંદલાલ પટેલ ટ્રસ્ટી ૯૮૨૪૦૭૯૮૭૬
શ્રી વાસુદેવભાઈ રામચંદ્રભાઈ પટેલ ટ્રસ્ટી ૯૮૨૫૫૦૪૩૧૨
શ્રી નારાયણભાઈ ચીમનભાઈ પટેલ ટ્રસ્ટી ૯૮૨૫૦૩૪૨૧૪
શ્રી પ્રમોદભાઈ રજનીકાંતભાઈ પટેલ ટ્રસ્ટી ૯૮૨૫૦૩૦૬૮૩
શ્રી સત્યપ્રેમભાઈ સુખદેવભાઈ કાછીયા ટ્રસ્ટી ૯૮૨૫૩૩૧૩૬૫
શ્રી ઈન્દ્રવદનભાઈ રામચંદ્રભાઈ પટેલ ટ્રસ્ટી